સવાર પડી ને
સવાર પડી ને
1 min
450
સવાર પડી ને ઊગ્યો સૂરજ
નભ નભ કિરણો લઈએ
સવાર પડી ને ખૂલ્યું ગુલાબ
ફૂલ ફૂલ ફોરમ લઈએ
સવાર પડી ને ઝલક્યું ઝરણું
રીમ ઝિમ મસ્તીમાં રમીએ
સવાર પડી ને કલરવ્યું પક્ષી
પ્રેમ થી પગદંડી દેખાડીએ
સવાર પડી ને રણક્યો રણકાર
મન મન મલક્યા કરીએ
સવાર પડી ને રઝલ્યા રસ્તા
રઝળપાટ કરી લઈએ
સવાર પડી ને જાગ્યા જન
જંગ જંગ જીતી લઈએ