ચાલોને મળીએ
ચાલોને મળીએ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ચાલોને પેલા સુંદર બાળકને મળીએ
તેને પ્રેમથી ઉંચકીને પ્રેમાળ બનાવીએ
ચાલોને પેલા સુંદર વાછરડાને મળીએ
તેને પ્રેમથી હાથ ફેરવીને હૈયું હરખાવીએ
ચાલોને પેલી સુંદર ચકલીને મળીએ
તેને પ્રેમથી પકડીને ચી ચી બોલાવીએ
ચાલોને પેલા સુંદર છોડને અડીએ
તેને પ્રેમથી પાણી રે પાઈએ
ચાલોને પેલા સુંદર ઝરણાંને મળીએ
પ્રેમથી તેના રીમ ઝીમમાં રમીએ
ચાલોને પેલા સુંદર સપનાને સજીને
તેને પ્રેમથી સાચવીને જીવન જીવીએ