રાખો હવે
રાખો હવે
જિંદગીનો ભાર ના રાખો હવે,
તનાવ વારંવાર ના રાખો હવે,
જે થવાનું તે થઈને રહેવાનું ને,
ભયનો ઓથાર ના રાખો હવે,
દુઃખમાંથી જ સુખ શોધવાનું,
ખોટો મનોભાર ના રાખો હવે,
અહીં ઈશનીય કસોટી થતીને,
ભાવિ અણસાર ના રાખો હવે,
પગલે પગલે પ્રશ્નો ઉદભવતા,
કોઈ ઉપર મદાર ના રાખો હવે,
જમા પાસું સાચવી રાખો તમે,
સરવાળા ઉધાર ના રાખો હવે,
જાત મહેનત ઝિંદાબાદ કરોને,
અવરનો આધાર ના રાખો હવે.
