રોજ અહીં
રોજ અહીં
રોજ અહીં સોનેરી સપનાનો સૂરજ ઊગ્યો નથી
પણ હા સપનાની સાથે રાત પડે છે,
રોજ અહીં નસીબદાર મળતા નથી
પણ હા નસીબ માટેની તક મળે છે,
રોજ અહીં સુખનો સવાર પડતી નથી
પણ હા સુખની શોધ માટેની સમજણ મળે છે,
રોજ અહીં યાદોની વાત થતી નથી
પણ હા યાદોના અહેસાસ માટેની આશ રહે છે,
રોજ અહીં ઊડવાની ઊડાન મળતી નથી
પણ હા અરમાન માટેની આજ રોજે રોજ મળે છે.