મુક્તક વિષય
મુક્તક વિષય
1 min
537
વિષય સંસ્કારનો એક "માં" ભણાવી શકે છે,
નિરાકારણ સમસ્યાનું પળમાં બતાવી શકે છે,
સાચી પથદર્શક જીવનની એ, ના કોઈ બીજું,
ભણી ના ભલે, દાખલો જીવનનો ગણાવી શકે છે.
ફૂટપાથ રઝળતી જિંદગીનો વિષય ભૂખ હતો,
દોડી દોડીને બટકું મેળવ્યું, ઉપવાસ મૂખ હતો,
અટવાઈ અટવાઈને પૂરી થઈ જિંદગી હવે તો,
નિરાંત ક્ષણ મળી, ને રિસાયેલ જીવનરૂખ હતો.