જીવી તો જઈશું
જીવી તો જઈશું
જીતી તો જઈશું પણ હારીને નહિ
મળીશું તો લઈશું પણ મરીને નહિ
પામી તો લઈશું પણ પડીને નહિ
સાચવી તો લઈશું પણ સંકટથી નહિ
મેળવી તો લઈશું પણ મોહથી નહિ
ઉજવણી તો કરીશું પણ ઈર્ષાથી નહિ
હરખાઈ તો લઈશું પણ હતાશથી નહિ
રંગી તો જઈશું પણ રાગથી નહિ
ભાગી તો જઈશું પણ ભયથી નહિ
જીવી તો લઈશું પણ જુલ્મથી નહિ