કાવ્ય - મોબાઇલ
કાવ્ય - મોબાઇલ
1 min
475
ખીસ્સામાં સમાઇ જાય એવડુ નાનું યંત્ર,
વાહ રે મોબાઈલ! અદભુત તારી કમાલ.
હર ઘરમાં દરેકના હાથમાં જોવા મળતું રમકડું,
નાના-મોટા સૌના જીવનમાં મચાવી ધમાલ.
જેની સમીપ રહે તેને ક્યારેય ન થાય સલામ,
લાખો માઈલ દૂર વસેલા ને કરતો રહે સવાલ.
પરિવાર સાથે ના કોઈ વાત, ના કોઈ રાગ,
ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ પર વરસાવે વહાલ.
પારકાના ટચમાં રહેવા વારંવાર જોતો મોબાઈલ,
પોતીકા માટે એક જ છત નીચે ઉભી કરી દીવાલ.
મા-બાપ, ભાઈ-બહેન, દોસ્તને કરી દીધા નોખા,
ડીજીટલી સંબંધોની ચાહમાં કરવા લાગ્યો બબાલ.
ઓફલાઈન જીવન પર મુકાયું જાણે પૂર્ણવિરામ,
ઓનલાઇન કબીલાનો દિન-રાત કરતો રહે ખયાલ.