STORYMIRROR

HANIF MEMAN

Romance

3  

HANIF MEMAN

Romance

શરૂઆત

શરૂઆત

1 min
174

જો મળે સાથ તો કરીએ મોજ,

 સાથે ઉજવીએ અહીં પ્રેમપર્વ રોજ,


 દિલના દરવાજે ખીલ્યો સ્નેહનો મોલ,

 વહે છે મુજ દિલમાં ઇશ્ક અનમોલ,


ચાહું છું તારી પાસે ફકત પ્રીતનો દોર,

ભાગ્યની બારીએ ઝૂમે નયનનો મોર,


મુજ પ્રેમનો કદીયે મચાવીશ નહીં શોર,

 હૈયામાં લઈ ઘૂમતો શમણાંનો કલશોર,


તારી ઝલક લાગે જાણે મનડાનો ચોર,

 કાયા લાગે છે નખશિખ રૂપનો ઢોળ,


વસંતનો વાયુ વગડાવે છે પ્રેમનો ઢોલ,

 પ્રીતના રંગોની કરીએ ઉજાણી અનમોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance