નહોતી ખબર
નહોતી ખબર
નહોતી ખબર, પ્રેમ સાગરમાં ડૂબી જઈશ,
નહોતી ખબર, સહસા એકલો રહી જઈશ,
નહોતી ખબર, પ્રીતનાં શમણાં સજાવી જઈશ,
નહોતી ખબર, હૈયામાં હોળી જલાવી જઈશ,
નહોતી ખબર, સ્નેહના પાઠ ભણાવી જઈશ,
નહોતી ખબર, મઝધારે મુજને તરછોડી જઈશ,
નહોતી ખબર, તકનો લાભ ઉઠાવી જઈશ,
નહોતી ખબર, પ્રેમનો પડદો ચીરી જઈશ,
નહોતી ખબર, લાગણીની રમત રમી જઈશ,
નહોતી ખબર, વૈભવનો તાજ પહેરી જઈશ,
નહોતી ખબર, ભેરુને વેરી બનાવી જઈશ,
નહોતી ખબર, 'રાજ' ને આમ રડાવી જઈશ.