રક્ષાબંધન
રક્ષાબંધન
પર્વનો માસ છે સાવન, ધરતીનું જોડાણ થયું છે,
ચમકી રહ્યા છે તારા, ગગનનું આવરણ થયું છે,
કાચા સૂતરનો છે દોરો, બહેનનું આગમન થયું છે,
હરખી ઊઠી છે આંખો, ભાઈનું આંગણું રમતું થયું છે,
પ્રેમના પર્વની છે ઉજાણી, ફળિયું આખું ઘેલું થયું છે,
મમતાના ડોરની છે લાગણી, સ્નેહનું પવિત્ર બંધન થયું છે,
બહેન બાંધે છે રાખડી, રક્ષાનું કવચ પ્રાપ્ત થયું છે,
બંધુની ઉતારે છે આરતી, હેતનું સન્માન થયું છે,
ઉમંગ ઉભરાય છે એટલો, ભાઈના લલાટે તિલક થયું છે,
ભાઈ દે છે વીરપસલી, અજોડ પ્રીતનું મિલન થયું છે,
ભાઈની મીઠી છે વેલડી, માવતરનું ખોરડું પાવન થયું છે,
પ્રેમની મૂર્તિ છે બેનડી, હૈયામાં સ્નેહનું સિંચન થયું છે.
