STORYMIRROR

HANIF MEMAN

Action Inspirational

4  

HANIF MEMAN

Action Inspirational

શિક્ષક

શિક્ષક

1 min
365

' અ ' થી ' જ્ઞ ' સુધી, 

' A ' થી ' Z ' સુધી 

જ્ઞાનદીપ જલાવે શિક્ષક,


' એકડા ' થી ' અનંત ' સુધી,

' અપૂર્ણ ' થી ' પૂર્ણ ' સુધી,

ગણન કરાવે શિક્ષક,


' માટી ' થી ' પાટી ' સુધી,

' કાગળ ' થી ' કલમ ' સુધી,

કેળવણી આપે શિક્ષક,


' ધરા ' થી ' આભ ' સુધી,

' ઘર ' થી ' જગ ' સુધી,

સફર કરાવે શિક્ષક,


' સાગર ' થી ' પહાડ ' સુધી,

 ' શ્વાસ ' થી ' વિશ્વાસ ' સુધી,

 રાહ ચીંધે શિક્ષક,


' મૌન ' થી ' વાચા ' સુધી,

' સહકાર ' થી ' સંસ્કાર ' સુધી,

 ઘડતર કરે શિક્ષક,


' કોશિશ ' થી ' કામયાબી ' સુધી,

' પ્રેરણા ' થી ' ઉડાન' સુધી,

ભોમિયો બને શિક્ષક.


Rate this content
Log in

Similar gujarati poem from Action