STORYMIRROR

Arjun Gadhiya

Action Inspirational

3  

Arjun Gadhiya

Action Inspirational

સૈનિક! તારી શક્તિ વખાણું

સૈનિક! તારી શક્તિ વખાણું

1 min
880

(ઢાળ : હાલાજી તારા હાથ વખાણું...)

સૈનિક ! તારી શક્તિ વખાણું કે પછી તારી ભક્તિ વખાણું..?

આતંક માર્યો સીમાડા પારે ઈ શૂરતા તણા પ્રમાણ,

સૈનિક ! તારી શક્તિ વખાણું કે પછી તારી ભક્તિ વખાણું..?

આતંકનાં ગઢમાં ગયો તું સીમાડાં પાર,

જાણે લંકા બાળવા ગયા દેવ હનુમાન,

દુશ્મનનાં ઘરમાં ઘૂસીને કર્યા તે પ્રહાર,

ને આપ્યા વીરતાનાં નોખા તે પ્રમાણ…

સૈનિક ! તારી શક્તિ વખાણું કે પછી તારી ભક્તિ વખાણું..?

બોમ્બ ગોળે ધ્રુજાવીયા તે પાકિસ્તાન,

એર સ્ટ્રાઇકે વધાર્યા દેશનાં તે માન,

શત્રુ ભૂમિએ કરીયા ભારતનાં જયકાર,

દેશ સેવાનાં આપ્યા નોખાં તે પ્રમાણ…

સૈનિક ! તારી શક્તિ વખાણું કે પછી તારી ભક્તિ વખાણું..?

ભારત માતનાં વધાર્યા તે માન સન્માન,

તારી શૂરતા પર નાઝ કરે હિંદુસ્તાન,

દેશ વીરોને ‘અર્જુન’ કરે સો સો સલામ,

અમર રહેશે સદાય આ શૌર્યનાં પ્રમાણ…

સૈનિક ! તારી શક્તિ વખાણું કે પછી તારી ભક્તિ વખાણું..?

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action