સફળતાનાં પંથે
સફળતાનાં પંથે
ઈર્ષાળુની ફોજ આખી રસ્તે આવી ખડી છે,
નક્કી સવારી સફળતાનાં નગર આવી ચડી છે…
આમ તો ક્યાં કોઈને કંઈ મારી પડી છે ?
આજ દુનિયા આખી મારી પાછળ અડી છે,
રસ્તો જાણવાની એક આ પણ કડી છે,
નક્કી સવારી સફળતાનાં નગર આવી ચડી છે…
આમ તો ક્યાં કોઈને નવરી એક ઘડી છે ?
પણ આજ કલાકો બસ મારાં માટે લડી છે,
લાગે છે આ નગરનાં રાજાની આ છડી છે,
નક્કી સવારી સફળતાનાં નગર આવી ચડી છે.