ચાદર
ચાદર


અહિં ચાદર સૌની નોખી નોખી છે,
પાથરો એવડી તમારી છે…
અહિં ચાદર..
કોઈ સૂવે ટૂંટિયું વાળી,
કોઈ સૂવે હાથ ફેલાવી,
જેવી આવડત એવડી પથારી છે…
અહિં ચાદર..
કોઈ કાણા જોઈને દુઃખી છે,
કોઈ સાંધી લઈને સુખી છે,
જેવી બુદ્ધિ એવી એ બનાવી છે…
અહિં ચાદર..
કોઈએ મેલી ઘેલી બનાવી છે,
કોઈએ ચાંદથી ઉજળી બનાવી છે,
જેવી મતિ એવી એ શણગારી છે…
અહિં ચાદર..
'અર્જુન' કે' ન ભેદવાળી છે,
કુદરતે સરખી સૌને આપી છે,
જેવી દ્રષ્ટિ એવી એ દેખાઈ છે…
અહિં ચાદર.