STORYMIRROR

Arjun Gadhiya

Drama

4.2  

Arjun Gadhiya

Drama

કવિતા અવતરણ

કવિતા અવતરણ

1 min
85


વિચારોને પીડા પ્રસુતિની ઉપડે છે,

પછી એક કવિતા નવી નિપજે છે…


ક્યારેક સુવાવડ તો ક્યારેક ભ્રુણ હત્યા,

ચાલ્યા કરે છે આ ક્રમ અહિં નિત્યા,

કલમ સુયાણી થઈ ઊભી રહે છે,

પછી એક કવિતા નવી નિપજે છે…


જેટલી દાદ એટલા દિવસોની આયુ,

દિલોની ચાહ એ જ એનો પ્રાણવાયુ,

વિધાતાજી 'અર્જુન' એવું ભણે છે,

પછી એક કવિતા નવી નિપજે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama