સાંભળવી છે ગીતા
સાંભળવી છે ગીતા


સાંભળવી છે ગીતા, પાછી કે'ને કેશવ;
ક્યાં ખોવાઈ દિશા સાચી? કે'ને કેશવ!
જાણું છું હું માનવ ને તું પરમેશ્વર છો,
પણ મોટાઈ તારી ત્યાગી, કે'ને કેશવ !
પોતાનાં જ આજે મારી સામે ઊભાં,
કેમ નિવારું સંકટ ભારી ? કે'ને કેશવ !
જીવન સંગ્રામે જે ભૂલ્યો છું હું આજે,
ક્યો છે પથ સૌથી હિતકારી ? કે'ને કેશવ !
હથિયારો મૂકીને બેઠો છે આ 'અર્જુન',
'ગાંડીવ લે' વિરાટે આવી કે'ને કેશવ !