પાનખરની ફકર નથી
પાનખરની ફકર નથી


પાંદડા ખેરવીને બેઠો છું જાતે,
પાનખરની હવે ફકર નથી…
બેઠો છું ખાલી થઈ
આવશે વસંત ભરવાને મને,
અરે ! ન આવે તોય હવે ફકર નથી…
ન આવે પાન નવું
તોય 'અર્જુન' ફકર નથી,
કોણે કહ્યું તરવાની મને ખબર નથી…
ન આવે પાન નવું; ફકર નથી,
કોણે કહ્યું તરવાની મને
'અર્જુન' ખબર નથી…?