STORYMIRROR

nidhi nihan

Action Fantasy Inspirational

4  

nidhi nihan

Action Fantasy Inspirational

દિવાળી

દિવાળી

1 min
281

ધડામ ધડામ અવાજો ચારે તરફથી અથડાય છે,

દિવાળીના દિવસે ધુમાડાથી હવા પણ રુંધાય છે,


હજારોના પૈસા આમ દારુગોળા ફટાકડે વેડફાઈ,

શું જરાક સમજદારીથી દિવાળી પર્વના ઉજવાય ?


અસત્ય પર સત્યતાના વિજયનો છે આ ઉત્સવ,

દેખાદેખીના અનુકરણે સાચો મર્મ શીદને વિસરાય,


દરકાર કર્યા વિના પ્રકૃતિમા બેફામ વાયુ પ્રદુષણ વેરે,

દિવાળી પવિત્ર દિવસે અજાણતા વિનાશ નોતરાય,


નહીં વિચારણા કરીયે તો વધુ દિવાળી નહીં ઉજવાય,

નિમ માનવજાત નામેય પણ પૃથ્વીથી જશે ભૂસાય.


Rate this content
Log in

Similar gujarati poem from Action