અમી ભરી આંખડી
અમી ભરી આંખડી
અમી ભરી આંખડીમાં સમર્પણ કરું તુજ દિલમાં
ભીંજાય પ્રેમની ચૂંદડી ઓઢીને વાલમના હાથથી,
સિતારાની ઝગમગ આભે ઉગ્યો છે ચન્દ્રમાં,
નિહાળી બેઠી હતી ઝરૂખે સરોવરની પાળે,
સૂના વનમાં ગોતું મુજની આસપાસમાં જોવું,
વાગી મને આજે પ્રેમની કટારી ખૂંચશે હૈયામાં,
ફૂલનાં મહેેકમાં સપ્તરંગી દુનિયામાં ખીલ્યો પ્રેમ રંગ,
ફોરમની માણતી હતી અનેરી નવી નવી રીતભાતમાં,
સપનામાં માણતી નિંદરમાં તુજને સામે હું દેખાતી,
પૂર્ણ થયું વાટ નથી અવિરત બની પ્રેમની સરખામણી,
સથવારો જિંદગીનાં કિનારે ભાવેશ જીવું તુજ સાથમાં,
સાક્ષી બની મહેંદી રાતો રંગમાં સોળે શણગાર સજી આવી.