રાજધર્મની પવિત્રતા
રાજધર્મની પવિત્રતા


કુશળ રાજવી એ જ છે કે જે,
રાજ્યના વિકાસમાં સદા તત્પર છે,
પોતાની સત્તાનો સદુપયોગ કરીને તે,
અરાજકતાને હમેશા અટકાવે છે.
વહિવટમાં જયાં ભ્રષ્ટાચાર છે તેને,
નાબુદ કરવા હમેશા ઉત્સુક છે,
ગરીબ હોય કે ધનિક હોય સૌનૈ તે,
સાંભળીને યોગ્ય ન્યાય આપે છે.
ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે તે,
સજાગ રહીને હમેશા કાર્યરત છે,
સત્તાનો દુરુપયોગ કરનારાઓને તે,
કાયદાના કડક પાઠ ભણાવે છે.
પાખંડીઓ અને મતલબી લોકોને તે,
લાલ આંખ કરી નિયંત્રણમાં રાખે છે,
રાજધર્મની પવિત્રતા જાળવીને "મુરલી",
રામ રાજ્યની સ્થાપના કરાવે છે.