Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Abstract Action Inspirational

4  

Vrajlal Sapovadia

Abstract Action Inspirational

જીવન ઉદ્દેશ

જીવન ઉદ્દેશ

1 min
524


શૂન્ય ને એક વચ્ચે જ એ કંઈ નથી સમાતી 

મારગ વચ્ચે પણ એ આમ તો ઘણું કમાતી 

જિંદગી કાંઈ મફતમાં એમ જ નથી પમાતી,


તારવવા સારને લડાવવો પડે વાજબી તર્ક 

વાતવાતમાં વચ્ચે લાવતા બને જિંદગી નર્ક 

ક્યારેક તો પછી વિવેકથી સમજવો પડે ફર્ક,


નિશ્ચિત તો કરવું જ પડે જિંદગીનું શું પ્રયોજન 

સમજ્યા પછી સુનિશ્ચિત કરવું પડે આયોજન 

એદી બન્યે તો મંઝિલ કાયમ દૂર રહે જોજન,


કોશિશ કરવી એ કંઈ ખોટું નથી બને બધું પૂર્ણ 

અંધ બનીને મથ્યા જ કરીએ તો થઈ જાય ચૂર્ણ 

જરૂરી હોય છે ખુશ રહેવા ક્યારેક રહેવું અપૂર્ણ,


જ્ઞાનનો આ વિશ્વમાં નથી કોઈનો રહ્યો ઈજારો 

બુદ્ધુ ને બુદ્ધિજીવી પડ્યા છે અહીં સેંકડો હજારો

અને વળી એક એકની ચણાઈ ગઈ છે મજારો,


શૂન્ય ને એક વચ્ચે જ એ કંઈ નથી સમાતી 

મારગ વચ્ચે પણ એ આમ તો ઘણું કમાતી 

જિંદગી કાંઈ મફતમાં એમ જ નથી પમાતી.


Rate this content
Log in