કપાસની ખેતી
કપાસની ખેતી
કાળી ભમ્મર માટી ટપકે જલબિંદુ ચોમાસે જ્યારે,
ખેડુ ચોપે શ્વેત શ્યામ કપાસ બીજ ઉંડે ક્યારે,
સવિતા દેવે તીર છોડ્યું તેજબિંદુ તમતમતા સહારે,
કુંપળ ફુટ્યા ક્યારે ક્યારે આવી ખેડૂ વહારે
કુંપળ કાજે ખેડુ લાવે ભાવતા ભોજન રોજ સવારે,
નાની મોટી વાતો કરતા કુંપળ વધતી કાનન અસવારે,
લીલુડા ત્યાં બાલ જનમતા કોમળ પાન સથવારે,
ક્યારે આવશે ફોરમ ફુલડા ડાળ ભથવારે
ને ત્યાં તો જોયા લાલ ગુલાબી ફુલડા ફૂટ્યા ડાળી ડાળી,
દિવસે દિવસે મોટા થાતા જોઈ હરખાયો ડાળી માળી,
લપક લસરતા ધોળા ધોળા ઘરમાં જાણે બિલ્લી પાળી,
શાખા વચ્ચે ઉગતા દીઠા જીંડવે ડાળી વાળી
કાળી ભમ્મર માટી ટપકે જલબિંદુ ચોમાસે જ્યારે,
ધોળે દહાડે જોયું પણ દેખાયું નહીં ક્યારે ક્યારે
નીરવ પગલે ફૂલડાં આવ્યા લાલ ગુલાબી ત્યારે
કાલે કાલે ધોળું ધોળું રૂ આવ્યું સવિતા સથવારે
