ધરતીએ ઓઢી લીલી ચાદર
ધરતીએ ઓઢી લીલી ચાદર
કાળુડી ધરતીએ ઓઢી લીલી ચાદર,
લાલ ગુલાબી ફૂલડાં જુવે રાહે પાદર.
કાળી જમીનમાં વાવ્યાં બીજ અપાર,
આવી કૂંપળ ને પર્ણોનો બહાર.
ખૂલે રંગબેરંગી પુષ્પોના અંકુર,
ને પછી તેમાંથી બીજ બने ભરપૂર.
પીળા, કેસરી ને ગુલાબી છે રંગ,
કોણ પૂરે આમાં અદ્ભુત કલરના રંગ?
બોલો ને ફૂલડાં ક્યારે ખીલશે ક્યારે?
