STORYMIRROR

Harshida Dipak

Action

4  

Harshida Dipak

Action

ગીત - ' હૈયા .. રે .. હૈયા ..

ગીત - ' હૈયા .. રે .. હૈયા ..

1 min
27.3K


મળી જાય આજ હરિ મારગમાં 

માંગુ હું દલડાની જેમ કંઈ દાણ

દાણ લઈને હું ઉગમણે ભાગુ રે..

હૈયા રે હૈયા ....


સાચુકલા સપનાને આજે ખુલ્લમ્ ખુલ્લું જોયું, 

હળવે રહીને પગલાં પાડી મન માલીપા ખોયું, 

મનની ઉપર મારું હોય રાજપાટ

પંડમાં ને પંડમાં રાત ભરી જાગુ રે.. હૈયા રે હૈયા ....


મારા હાથે રંગ છાંટણાં મ્હેંદીનાં ઉઘડ્યાં

મદમાતા જોબનીયા મારે અંગેથી ઉછળ્યાં

પોપટના કંઠમાં છે રાતો કલશોર 

રાતા કલશોરમાં ગૂંથાણું ત્રાગું રે.. હૈયા રે હૈયા ....


વહેતા એ વાયરા એ  આવીને કીધું, 

શમણું એ મોંઘું  છે  સાચવીને લીધું, 

એક એક ડગલાંમાં દોડતી હું જાઉં 

ક્ષણેક્ષણ સાજનમાં પથરાતી લાગું રે.. હૈયા રે હૈયા .


Rate this content
Log in

Similar gujarati poem from Action