STORYMIRROR

Chaitanya Joshi

Action

3  

Chaitanya Joshi

Action

પ્રેમ પદારથ.

પ્રેમ પદારથ.

1 min
27K


પ્રેમ પદારથ સૌથી ઊંચો, પ્રીત થયે જે પરખાતો. 

પ્યાર એ તો વહેતું ઝરણું, કોઈ પ્રેમીજન મલકાતો.


સપ્તરંગી લાગે દુનિયાને, સર્વત્ર બસ પ્રેમી દેખાતો.

સ્મરણમાત્રમાં થાય આનંદ, વારેવારે હો મુલાકાતો.


ચિત્ત પ્રેમાસક્ત બનીને, ભૂલાતી વ્યવહારની વાતો.

હૈયું સ્પંદને નામ પોકારેને, હાલતાં ચાલતાં એ ગાતો.


પ્રેમીને પ્રસન્ન કરવા કાજે,મોંઘીદાટ દ્યે ભેટસોગાતો.

ના નજરાય અવગુણ એકે,ખૂબીથી હોય એને નાતો.


નિર્મળ, નિર્ભેળ,સ્વાર્થરહિત પ્રેમે ઇશ પણ હરખાતો.

લાગણીભીનાં હૈયાં પોકારે,છો જમાનો બદલાઈ જાતો.



Rate this content
Log in

Similar gujarati poem from Action