STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Romance Action

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Romance Action

શોલે

શોલે

1 min
352

શરૂઆતમાં મારામારી

લૂંટફાટો થાય

વાત અહીંથી શોલેની ચાલુ થાય,


જેલર ને કેદી વચ્ચે

હૂંસાતુંસી થાય

જૂના જમાનાના જેલર ને

બે ચોર બનાવી જાય,


સૂરમાં ભૂપાલી

મારા જેવો

ફેકવામાં બાકી કેમનો

રહી જાય..મજા આવી જાય,


ઠાકુર શોધે બે ચોર

જય વીરુ લપટાઈ જાય

જેના નસીબનું જે હોય

તેમને તે મળી જાય,


ઠાકુરની આંટીમાં

ભલા જય વીરુ આવી જાય

બે ચોર ને ઠાકુર ઘંટી ચોર 

બનાવી ગામ લઈને જાય,


ગબ્બરનું ઈનામ 50000

લાલચમાં આવી જાય

દમ બતાવા પેલા ખોટી

મારામારી થાય,


રાતે પછી તિજોરી લૂંટવા જાય

આવા કેવા ચોર હારા

પે'લા પકડાઈ જાય,


વચ્ચે વચ્ચે ઠાકોર ને

ગબ્બર કાપે હાથ

એ યાદ આવી જાય,


વચ્ચે વચ્ચે બસંતી

લમણા લેતી જાય

મોસીની જબરી હાલત

જ્યારે જય માંગુ લઈને જાય,


ટાંકી સાલી આવી કાઈથી

જ્યાં રાતે દીવા થાય

મોટરથી પાણી ચડે કેમનું

જ્યાં ગોમમાં વાયર ના દેખાય,


પડતા પડતા રહી જાય વીરૂ

લગન નક્કી થાય

ગાયન આવે પાછું 

પ્રેમલા પ્રેમલી થાય,


ગબ્બર પાછું કાઢે મૂરત

હોળી નક્કી થાય

બે જણ એની ગેંગના

એના હાથે મરી જાય,


વચ્ચે પાછો સન્નાટો આવે

બીડી બનાવવા જતો પોઈરો

બિચારો મરી જાય,


બસંતીની ઘોડી દોડે

પૈડું નીકળી જાય

કૂતરાં સામે નાચે બસંતી

બોટલ ટૂકડા થાય,


અંતમાં તો સિક્કો ઉછાળી

જય છેતરી જાય

ગબ્બર મરે જૂતિયાથી

ઠાકોરના પગે કોમ થાય,


વીરુ બસંતી ઘેર જઈને

ખાઈ પી ને મજા થાય,


આને શોલે કે'વાય કે નઈ

ખબર નઈ પણ

વાંચી હસો તો પૈસા

વસૂલ થાય.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Comedy