Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bina morbia

Action Inspirational

4  

Bina morbia

Action Inspirational

તાન્કા

તાન્કા

1 min
327


જગમાં જુઓ

છુપાયા કેવા રંગો

રંગબેરંગી

ભાસતી દુનિયામાં

લાગે કરુણ રંગો


આ સપ્તરંગી

પતંગિયું ફફડે

આખરી ઇચ્છા

રંગહીન કરજે

પ્રભુ ! આવતા જન્મે


આ લીલીવાડી

દેખાવે સારી પણ,

બા ચિંતવતા

બેઠા ઘરડાંઘરે

ઉજ્જડતા શું ખોટી ?


શ્વેત ચામડી

નસીબદાર જાણી

એસિડનો ઘા

હાય ! આ કુરૂપતા

કેમ રે વેંઢારવી ?


રણસંગ્રામે

શત્રુને હરાવતા

શહીદ બન્યો 

તમન્ના સો જન્મની

કરવા કેસરિયાં.


અસ્ત્રનો માર

ગર્ભસ્થ આ બાળકી

લાલચટક

સ્ત્રી જ નહિ હોય તો

નવા જન્મ શે કૂખે ?


Rate this content
Log in