નારીના જીવનના રંગો
નારીના જીવનના રંગો
નારીના જીવનનો નજારો,
આ સાત રંગોમાં સમાયો.
કાળો રંગ નેણના કાજલનો,
અવનવા સપનાં સજાવતો.
લીલો રંગ હાથની મહેંદીનો,
હ્રદયની ગહેરાઈએ ચડતો.
પીળો રંગ અંગની પીઠીનો,
ભીતર લગી પાંગરતો.
લાલ રંગ રુડાં ઘરચોળાંનો,
જીવનભર મર્યાદા સાચવતો.
કેસરી રંગ પીયુના સાફાનો,
ઘરનું ફળિયું લઇ ચાલતો.
ગુલાબી રંગ પુત્રના ગાલનો,
તનમાં ધોળી ધાર ભરતો.
સફેદ રંગ થયો જ્યારે સાડલાનો,
મેણાંનો અમાપ ભાર વેંઢારતો.
બેરંગ ચારિત્ર લાંછનનો,
કૂવે પડી ગામ ગજાવતો.
