STORYMIRROR

Ashok Patel

Action Inspirational Thriller

4.8  

Ashok Patel

Action Inspirational Thriller

સૈનિક

સૈનિક

1 min
27.6K


નિજ મૂકી નિષ્ઠાથી નમું છું એ વતન હું તને,

નમું જે દી’હું સમાવી લે ઓ ધરાતલ તું મને.


વહે જો રક્ત તો ફક્ત બની વહેતી ધારાઓમાં,

નહી તો મળે આ તન થઈ માટી તારી માટીમાં,


કલાઈ પર બાંધે તો છે રાખડી તું બહેન આજે,

પણ હું ક્યાં હાજર હોઉં જ છું કોઈ સુરક્ષા કાજે,


એકની કાં વાત કરે વીરાં તું તો હજારોની સેવામાં છે,

માં ભારતીનાં ખોળે મારાં જેવી લાખો તારા દેવામાં છે,


મૂકીને ચિંતા અમારી લાડ તું દેશની સરહદો સાચવજે,

ચરણોમાં અમારી નહીઁ, શીશ તું આ ધરતીને નમાવજે,


ન્યોછાવર થઈને પણ તું તિરંગાને આભથી ઊંચો ફરકાવજે,

લાજ દેશની રાખી માત-પિતાને ગૌરવને અભિમાન અપાવજે.


Rate this content
Log in

Similar gujarati poem from Action