Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Action Drama

3  

Dr Sejal Desai

Action Drama

ખેલ જીવન -મૃત્યુ સંગ

ખેલ જીવન -મૃત્યુ સંગ

1 min
13.4K


છે ખેલ શું આ શતરંજની રમત નો?

પ્યાદા બની રમી રહ્યા સૌ માણસો,


પરંતુ અહીં હાર નક્કી જ છે મૃત્યુ સામે,

ભલે ભજવે પાત્ર સૈનિક કે રાજા , રાણી નું!

છે ખેલ શું આ કઠપૂતળી નો?


અદૃશ્ય દોર સંગ બંધાયેલા છે સૌ કોઇ,

છે જીવન શરણાગત કુદરત હસ્તક,

તૂટી જાય દોરી અને ખેલ સમાપ્ત !

છે ખેલ શું આ ઑલિમ્પિક દોડ નો?


જીવનભર દોડતા માણસો,

એક અંતિમ લક્ષ્ય ભણી રાખી નજર.

પરંતુ ક્ષણભર માં બને મૃત્યુ ને વશ!

છે ખેલ શું આ સાપ સીડી નો?


જીવનભર ચડે,ઊતરે સીડીઓ ,

સમય આવ્યે, બને કોળિયો કાળસમાન સર્પ નો!


Rate this content
Log in

Similar gujarati poem from Action