અબળા સમજી લીધા
અબળા સમજી લીધા


નારીશક્તિ ત્યારે લખાયું, જ્યારે નર ને સબળા સમજી લીધા,
નર ને હાથે હથિયાર સોહાણા, જ્યારે નારને નબળાં સમજી લીધા.
ઉમા એ શિવ વિના સ્વયં શત્રુઓ સંહાર્યા, દુર્ગા થઈ ત્યારે શસ્ત્રો ધર્યા,
એ રણચંડી શિવે પણ પૂજ્યા, જ્યારે શિવાએ સ્વયંને સબળા સમજી લીધા.
ગૌતમ ગયાં પ્રભાત થ્યા પહેલાં, ને ઈન્દ્રએ ગૌતમ થઈ ઘરમાં પગલાં કીધા,
પથ્થર એમજ નથી થઈ અહલ્યાં, જ્યારે ઈન્દ્રને ઋષિવરગૌતમ સમજી લીધા.
શું નહોતી જાણતી એ સ્પર્શની ભાષા, સ્ત્રી તો સંવેદનાની પરાકાષ્ઠા,
રાવણ રામથી એ ભ્રમમાં જ હણાયો, જ્યારે છાયાને સીતા સમજી લીધા.
લગ્ન જીવન એ સમાનતાનો સંબંધ, નર ને નારી ફરે ચાર ચોરીના ફેરા,
એક ફેરામાંજ આગળ થઈ સ્ત્રી, જ્યારે સ્વીકારી સ્વયંને સાયા સમજી લીધા
સ્વયંને જે સ્ત્રી એ સમર્થ સમજ્યાં, ત્યારે કોઈ નઈ બનશે નિર્ભયા,
આ બધા પરિણામો કુવિચારોના, જ્યારે નારી સ્વયંને અબળા સમજી લીધા.
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ