જવાન
જવાન
નથી ડર કોઈ દુશ્મનનો જાગે છે જવાન,
ટાઢ તડકો પાણી સહન કરે છે જવાન,
રાત દિવસ સવાર સાંજ પહેરો ભરી,
દુશ્મનોને પડકાર ફેંકે છે જવાન,
દેશમહી ને સળગે છે સીમાડા જ્યારે,
જઇ દોડી શાંતિ સ્થાપે છે જવાન,
છે જો આ તો દેશ અખંડ ને અડીખમ,
ઉપકાર અગણિત કરે છે જવાન,
થાય છે અફસોસ જોઈ દશા તેની,
કે પરવા ક્યાં થાય છે? "સાંવરિયા "
નથી ડર ખુલ્લેઆમ કફન બાંધી જે ફરે,
માતૃભૂમિ માટે મસ્તક મૂકે છે જવાન,
છે સો સો સલામ દેશના વીર સપૂતને,
ઇતિહાસમાં તેથી જ અમર છે જવાન.