STORYMIRROR

Sejal Ahir

Action Inspirational

4  

Sejal Ahir

Action Inspirational

લડી લઉં છું

લડી લઉં છું

1 min
420

મન ભરીને વાત કરી લઉ છું,

સંજોગો સામે લડી લઉં છું.


લાખ પ્રયત્નો કર્યા છતાં પણ,

અડીખમ બનીને લડી લઉં છું.


અંકુર ફૂટ્યું બીજનું હદયમાં,

દિન-રાત મહેનતથી લડી લઉં છું.


અત્યંત વિચારોની પુષ્ટિ કરી,

ઘેરાવથી છૂટવા લડી લઉં છું.


ન કોઈ આશ મળી દુનિયામાં,

ખુદના બલ પર લડી લઉં છું.


સુખના સમયે સૌ આવી ઉભા,

એકલપંથી બનીને લડી લઉં છું.


હુંકાર કર્યો હતો જિંદગી સામે,

લડાઈની જંગમાં હું લડી લઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Action