ડર ને હરાવે ઈ શૂરવીર
ડર ને હરાવે ઈ શૂરવીર
ડર ભીતર જેનાં ફરકે નહીં, જેનાં હાકોટે ધ્રૂજે વેરીઓ એ શૂરવીર,
એવો લડતો સદાય સામે મોતની, એવો ભડવીર ભારતનો વીર,
વીર ધીર ને વળી શાંત ઘણો, જેને હૈયે જોને હંસલા હોય,
ઈ તો ભીતર પણ સદા જીતતો, નકરી મોજ ઈનાં હૈયે છલકતી હોય,
જાણે સાવજ પડે કડી પિંજરે, તો ભૂલે ન આપ સ્વભાવ,
ઈ તો જદ જદ અવસર સાંપડે, બમણો ખેલે ઈ દાવ,
નજર્યુંમાં જેની છલકે વીરતા, જેની કેડ્યે મા ભવાની હોય,
એવી ભલભલાં ભરાવે પાણી, એવી ભારતની વીર નારી હોય.
જેનાં મન મોટા ને હૃદય વિશાળ, જેણે નીરખતાં નેણ ઠરતાં હોય,
ખોફ જરીય ત્યાં ફરકે નહીં, ત્યાં તો આનંદની છોળો ઊછળતી હોય.
