પિતાની પરિમિતિ
પિતાની પરિમિતિ
1 min
331
જીવનમાં જ્યારે આવે કોઈ પણ ભીતિ,
નિર્ભય બનાવે સહજ પિતાની પરિમિતિ,
આપે અસ્તિત્વ સંતાનને રેડી નિજ પ્રાણ,
જગતમાં સાથે સદા પિતાની ઓળખાણ,
જિદ અને જોશમાં ભૂલીએ સાન ભાન,
આપે સાચી સમજ પિતા આમળી કાન,
અંદરથી શીતળ ઉપરથી આકરો તાપ છે,
આવે નહિ આંચ એવો રખેવાળ બાપ છે,
દિન ઉજવવા તો બસ એક નિમિત્ત મળે,
ઘટે આયખું, ઋણ પિતાનું એવું હરેક પળે.
