યુદ્ધનાં રંગ
યુદ્ધનાં રંગ
મેં પૂછ્યું હતું ને પપ્પા ! મારી પરી ક્યારે આવશે ?
ને તમે કહ્યું હતું કે જ્યારે આકાશે સાત રંગ તરી આવશે.
ઘેરા નાદે સુર વાગશે ને પવન હળવે હળવે વાશે,
બધાં ભેગાં મળી નાચશે ને દુઃખ બધા ખરી જશે.
મને શું ખબર પપ્પા ! પરીનાં આવવાથી આવું થશે ?
બધાં રંગ ભૂસાય જશે ને આકાશે કાળો રંગ ચડી જશે.
લોકોની ચીસો ને વાતાવરણમાં ભયકારો ફેલાશે,
લોકો છુટા પડી એકબીજાથી ડરી જશે.
એક ટાંકણીનો અવાજ લોકોને ધ્રુજાવી દેશે,
મને શું ખબર મારી પરી આવશે ને લોકો મરી જશે.
તે રાત્રે પરીને જોવાની જિદ્દ પકડી કે એ કેવી હશે ?
મને શું ખબર પપ્પા ! હાથમાં હથિયાર દઈ એ તમને પરદેશ લઈ જશે.
