STORYMIRROR

darshna Lakum

Inspirational

4  

darshna Lakum

Inspirational

જિંદગી

જિંદગી

1 min
322

દરિયાની મજધારમાં એક આપણને ડુબાડે

ને બીજો હાથ ખેંચી તરતાં શીખવાડે,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !


રોજ સાંજે અંધારું આવી કાળો રંગ લગાડે,

ને સવારે સૂરજ કાનમાં ફૂક મારી જગાડે,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે ! 


ઢળી ગયા હોઈએ દુઃખનાં પહાડ ઉપાડી- ઉપાડી

કોઈ પરાણે ઊભા કરે હાથ પકડી - પકડી,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !  


વાર્યા હોય આપણાં તન મન જેનાં પર જિંદગી આખી

ને એ આવી વાતો કરે આપણાં હૃદય પર માથું રાખી,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !  


જે મર્યા પછી પણ આપણને જીવવાની આશ લગાડે

મરી ગયા હોઈએ દુનિયાની નજરે છતાં કોઈ આપણને જીવાડે,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે ! 


કહેવું ઘણું હોય આપણે પણ કોઈ કહેવા ન દે

પણ જ્યારે જવું હોય દુનિયાથી દૂર તો જવા પણ ન દે,

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational