મા
મા
મા ઓ મા તારા વિના સૂના પડ્યા સંસાર
મા ઓ મા તું મારા જીવનનો મુખ્ય આધાર,
મા ઓ મા તું મારા વિચારની છે વાચા
મા ઓ મા તું છે મારા અસ્તિત્વનો આધાર,
મા ઓ મા તું છે મારા નસીબનો છે ઘડ
મા ઓ મા તું છે મારા પ્રેમનો પગરવ,
મા ઓ મા તું છે મારા દિલની ધડકન
મા ઓ મા તું છે મારી પ્રગતિનો પંથ,
મા ઓ મા તું છે મારા સ્મિતનું છે સરનામું
મા ઓ મા તું છે મારી જીવનની જ્યોત,
મા ઓ મા તું છે મારી કળાની કહાની
મા ઓ મા તું છે મારી રચનાની વાત મજાની.
