શોધું છું
શોધું છું
અરેરે તે બનાવેલી તારી જ કૃતિ શોધું છું,
સર્વ જીવોથી અલગ માનવ કૃતિ શોધું છું,
ક્યાંક બોમ્બ વિસ્ફોટ ને ખૂન ખરાબો શોધું છું,
તારી જ કૃતિઓ કરે છે એ બળાપો શોધું છું,
જૂઠ અને લુચ્ચાઈથી વશ થયેલી કૃતિ શોધું છું,
આતંક મચાવતી તારી જ માનવકૃતિ શોધું છું,
આતંકવાદના કજીયાનું મોં કાળું શોધું છું,
અધર્મના ટોળામાં એક સાચો ધર્મ શોધું છું,
નકલી મહોરામાં અસલી ચહેરો શોધું છું,
ભ્રષ્ટાચારની આગમાં સાચા સત્યને શોધું છું,
શાંત વસુંધરામાં સુંદર સુયોગ શોધું છું,
માનવી પાસે 'વાલમ' માનવતા શોધું છું.
