Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Tragedy Action

4.5  

Zalak bhatt

Drama Tragedy Action

ચાલવાનું છે

ચાલવાનું છે

1 min
259

મને મળતો નથી રસ્તો

સતત બસ ચાલવાનું છે ?

હાથે લઉં તૃણ કે તણખો

એ લઇને આલવાનું છે.

હું છું ખુદમાં ? તેથી પર છું,

પણ, ખુદને જાણવાનું છે,

ન જાણું તો શું વઢ પડશે ?

ના,પઠન બસ માણવાનું છે.

તું લઇ લે’ કોયલી-મોગર

ને ધાગે તાણવાનું છે,

જો વેધાઇ બને માલા,

ઠાકુરને અણવાનું ?

ને બનશો ઢોલ કે મંજર,

સુરને છાણવાનું છે,

ન પડવાદે કે રોકી લે,

મારે એ ગાળવાનું છે.

એ આંખેથી ખર્યું બિંદુ

મારે સંભાળવાનું છે,

ખબર છે સ્વાદ ખારો છે

છતાં મુખે આલવાનુ છે !

પછેડીથી લઈ-પકડી,

એને પંપાળવાનું છે,

ન ઠાકુર થા સાવ ઘેલો

એ આંસુભી મારવાનું છે.

તને મળતો નથી રસ્તો ?

સતત બસ, ચાલવાનું છે.

મને મળતો નથી રસ્તો

સતત બસ ચાલવાનું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama