STORYMIRROR

Hetshri Keyur

Action Inspirational

4  

Hetshri Keyur

Action Inspirational

મેં ભારતીય હીમેન જોયો છે

મેં ભારતીય હીમેન જોયો છે

1 min
280

પુરનો એ દિવસ હતો

અમારા ગામમાં લાશોનો ઢેર હતો

લાશોને ઉપાડી લઈ જતો 

ભારતીય સેનાનો જવાન જોયો છે

મે ભારતીય હિમેન જોયો છે


પૂરમાં ફસાયેલ માણસોને બચાવતો

સલામત સ્થળે ફેરવતો

મે ભારતીય સેનાનો જવાન જોયો છે

મેં ભારતીય હિમેન જોયો છે


ઊંચી ઇમારતો પર દોરી એ ચાલતો

ઉપર રહી ગયેલ બાળકને

કમ્મરે બાંધી બચાવતો

ભારતીય સેનાનો જવાન જોયો છે

મેં ભારતીય હિમેન્ જોયો છે


પોતે ભૂખ્યો પણ ખોરાકના પેકેટ પોહચાડતો

દૂર દૂરથી જમવાનું લાવી

શહેરી જનોને જમવાનું દેતો

મે ભારતીય સેનાનો જવાન જોયો છે

મે ભારતીય હિમેન જોયો છે


નહિ વીજળી નહિ પાણી

બસ ચોમેર ભરાયેલ પણીજ પાણી

અટક્યા થાક્યા વગર એમાં દોડતો 

ભારતીય સેના નો જવાન જોયો છે

મે ભારતીય હિમેન જોયો છે


Rate this content
Log in

Similar gujarati poem from Action