STORYMIRROR

Chaitanya Joshi

Action Inspirational Thriller

3  

Chaitanya Joshi

Action Inspirational Thriller

લાખલાખ સલામ.

લાખલાખ સલામ.

1 min
26.9K


સમર્પી જાત પોતાની એને લાખ લાખ સલામ,

નથી વાત નાની કે સૂની એને લાખ લાખ સલામ,


ત્યજી ઘરબાર રખોપાં જે દેશનાં છે કરનાર,

દેશદાઝ રગેરગે જેની એને લાખ લાખ સલામ,


સામી છાતીએ ઝીલી ગોળી અરિને મ્હાત કર્યાં,

નોબત આવી વિજયની એને લાખ લાખ સલામ,


શાંતિને સલામતી દેશને બક્ષવા હોય જે લડનાર,

ઠારી આંતરડી માભોમની એને લાખ લાખ સલામ,


ક્યારેક થઈ શહીદ ઓઢી તિરંગો માનભેર પોઢે,

ગાથા ગવાય એ શહીદની એને લાખ લાખ સલામ,


ધન્ય ધન્ય તવ જનેતા સપૂત આવા દેશને અર્પ્યા,

મા ભારતી રહે ૠણી એની એને લાખ લાખ સલામ.


Rate this content
Log in

Similar gujarati poem from Action