STORYMIRROR

Jay D Dixit

Action Inspirational Thriller

4.5  

Jay D Dixit

Action Inspirational Thriller

ભારતનો બીજો જન્મ

ભારતનો બીજો જન્મ

1 min
26.2K


ભૂત અને વર્તમાનમાં,

સહુ આજે અટવાયાં છે,

ભવિષ્યનાં ગર્ભમાં

શું આ જ પાંગરવાનાં છે?


જન્મદિવસ છે,

દેશના બીજા જન્મનો,

નવા વિચારોનો, સંકલ્પોનો,

ઉજવીશું કઈ રીતે?

થયું તેને ખોતરીને કે

થાય છે એને નોતરીને?


અરે ક્યાં સુધી નામ પરથી

ધર્મ કે જાત નક્કી કરશું?

ક્યારે,

માણસની માણસ સાથે

માણસાઈની વાત વહેતી કરીશું?


ખુશી છે આજે,

માહોલ મોજનો છે,

માનો તો સહુ મિત્રો છે,

નહીંતો દુશ્મનોનાં ચિત્રો છે.

મન-મગજનો મેલ દૂર કરીએ,

આજે કંઈક નવી પહેલ કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action