તિરંગો
તિરંગો


ભારત દેશનું માન ને સન્માન છે તિરંગો,
દેશનું ગૌરવ ને દેશનું અભિમાન છે તિરંગો,
જયારે દુશ્મનો ઘા કરે છે ધરતી પર,
ભારત મા ની રક્ષા કરવા યોદ્ધા સાથે નીકળી પડે છે તિરંગો,
ભારતના સંસ્કાર ને સંસ્કૃતિનું પ્રતિક છે તિરંગો,
શહીદોના લોહી પર પહેરાતું સ્વાભિમાન છે તિરંગો,
સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખાણ છે તિરંગો,
યુવાન હૈયામાં જોશનું પ્રમાણ છે તિરંગો.