મા
મા


બાળકનાં મુખેથી પહેલો શબ્દ તે મા
બાળકનો પ્રેમ નાનપણથી લઈને જુવાની
ને લગ્નથી માંડી ને ઘડપણ સુધી તે માં
છોકરો હોય કે છોકરી
દરેકનો શ્વાસ છે મા
આમ તો વિશ્વ મોટું છે
પણ પોતાના દીકરા ને દીકરી માટે એનું વિશ્વ એટલે મા
નવ મહિના કોખમાં રાખે
જોવે હંમેશા પ્રેમની આંખે
પીડા ઓ કંઈક સહન કરે
પણ બાળક માટે બધું જતું કરે તે મા,
ભગવાને વિશ્વ બનાવ્યું ને મા નું રૂપ ધર્યું
બાળક ને મા નાં રૂપમાં આખું વિશ્વ બતાવ્યું,
મા છે તો બધું છે મા નથી તો કઈ નથી.