હું મને સંભળાઈ રહ્યો છું
હું મને સંભળાઈ રહ્યો છું


જીવનની હરેક ક્ષણથી હું આજે ભીડાઈ રહ્યો છું
મનના એક ખૂણે હું મનેજ સંભળાઈ રહ્યો છું
અથડાઈ રહ્યો છું, પછડાઈ રહ્યો છું,
ડગલે ને પગલે ઠોકર ખાવું છું,
પણ એ પણ હસતા હસતા ખાઈ રહ્યો છું,
મનના એક ખૂણે હું મને જ સંભળાઈ રહ્યો છું.
કયારેક આવે છે જીવનમાં,
એવી ક્ષણો જેમાં લડવું પડે છે,
તો ક્યારેક કોઈની સામે નમવું પડે છે,
ધીરજ, શાંતિ ને સ્થિરતાના પાઠ શીખી રહ્યો છું.
મનમાં ઉછળતા
વિચારોના,
પડઘાઓ સાંભળી રહ્યો છું
મનના એક ખૂણે,
હું મને જ સંભળાઈ રહ્યો છું.
આશા અને વિશ્વાસ જીવંત રાખ્યા છે,
એટલેજ પર્વતની જેમ અડીખમ ટકી રહ્યો છું,
સહકાર અને સથવારો છે પોતાનાનો ને ઈશ્વરનો
એટલેજ મુસીબત સામે ઉભો રહ્યો છું,
મનના એક ખૂણે હું મનેજ સંભળાઈ રહ્યો છું.
અવાજ ને ઘોંઘાટમાં,
ના જાણે ક્યાંક ખોવાઈ ગયો છું,
અંધારી રાતો ને દિવસના ઉજાસમાં,
મનના એક ખૂણે, હું મનેજ સંભળાઈ રહ્યો છું.