સીધી વાત
સીધી વાત

1 min

93
ના આડી કરીએ ના અવળી કરીયે
આપણે તો કરીએ માત્ર સીધી વાત,
પ્રામાણિકતાનું પ્રતીક છે આ સીધી વાત,
ના કોઈ ને ખટકે કે ના ક્યાં અટકે આતો છે મનને હૃદયથી નીકળતી સીધી વાત,
સંબંધો ટકાવવા ને સાચવવા કરવી માત્ર સીધી વાત,
ક્યારેક મન દુઃખ થાય પણ સંબંધોને સાચવણી ચાવી છે સીધી વાત,
થોડીક કડવાશ હોય ને થોડીક તીખાશ હોય તો ક્યારેક મીઠાશ પણ હોય
પણ સ્પષ્ટતાનું સ્વરૂપ છે માત્ર ને માત્ર સીધી વાત,
કોઈ ભલે કઈ બોલે કે કઈ પણ કે' કે' કરે આમ તેમ વાત,
શું ફરક પડે આપણને જયારે આપણે તો કરીએ સીધી વાત.