STORYMIRROR

Mehul Baxi

Abstract Inspirational Others

3  

Mehul Baxi

Abstract Inspirational Others

જન્મની શતાબ્દી

જન્મની શતાબ્દી

1 min
255

કેવી અદભુત અને સુંદર શરૂઆત હતી 

જીવનકથાની અનોખી એ રજૂઆત હતી,


તમે તો સદગુણનો સંચાર હતાં 

નિયમ અને વિશ્વાસનો ભંડાર હતાં,


સંસ્કારનું એવું સિંચન કર્યું 

અમારું જીવન આજે આનંદથી ભર્યું,


સદેવ પ્રેમ અને લાગણી રાખી 

કેમ વર્ણન કરું તમારી જીવનકથા આખી,


કેમ કરીએ અમે આભાર તમારો

સદૈવ રહે અમારી પર આશીર્વાદ તમારો,


સુખ અને દુઃખનો સમય સાથે વિતાવ્યો

જીવનમાં અમારા સદૈવ દીપ પ્રગટાવ્યો,


ડગલે ને પગલે અમને ચાલતા શીખવાડ્યું

જીવન હંમેશા તમેં હસતા વિતાવ્યું,


મળ્યો તમને મોક્ષ ને રહી ગઈ તમારી તસવીર 

અમારા હૃદયમાં એક માત્ર યાદી

હાલો ઉજવીએ આજે તમારા જન્મની શતાબ્દી. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract