STORYMIRROR

Mehul Baxi

Others

4  

Mehul Baxi

Others

આઝાદીનું જશ્ન

આઝાદીનું જશ્ન

1 min
29

આવ્યો દિવસ આઝાદીનો જેને પ્રેમથી હું વધાવું છું,

સ્વતંત્ર ભારતની ભૂમિ પર આઝાદીનું જશ્ન મનાવું છું,


સ્વત્રંતા દિવસે ઊંચા આકાશમાં તિરંગો લહેરાવું છું,

પંખીઓનાં કલરવ સાથે આઝાદીનું જશ્ન મનાવું છું, 


કેવી મળી આઝાદી એ ગાથા હું વરણાવું છું, 

આજે પણ દુશ્મનની ગોળીને હસતા હસતા સ્વીકારું છું, 


ભારત માતાને આજે સોળે શણગાર એ સજાવું છું, 

વીરોએ આપેલા બલિદાન સાથે આઝાદીનું જશ્ન મનાવું છું, 


બાપુ સરદારને ભગત સિંહની ગાથાઓ વર્ણવું છું, 

રાની લક્ષ્મી ને શિવાજી મહારાજની શક્તિના દર્શન હું કરવું છું, 


ભારત અને ભારતની આઝાદી માટે દુનિયાને હંફાવું છું, 

આજ ને શુભ દિવસે ભારતની આઝાદીનું જશ્ન હું મનાવું છું.


Rate this content
Log in