શ્રદ્ધાસુમન
શ્રદ્ધાસુમન


હું યાદ કરું એ પળ જે કદાચ આખરી હશે,
નથી ખબર મને કેટલી આકરી હશે !
સુગમ સુગંધી વસંતની પો'ની શાંતિ
કોને ખબર હતી કે કુરબાની લેશે !
અડતાલીસ સપૂતોના ધબકતા હૃદય સરહદે,
કોણ જાણતું' તું ઓચિંતા થંભશે !
પ્રેમ પ્રસ્તાવના પ્રસંગો હર વર્ષ આવતાં'તા,
કોને ખબર હતી કે આવી દુર્દશા કરશે!
હર્ષિત હવા, સુગમ સવાર એકાએક ધડાકે,
કોણ જાણતું' તું શોક હતો હર્ષ વેશે !
ચિંથરેહાલ દેહ રક્ષકોના વેખરેલ પડ્યાં' તા,
એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે!
અપાર અશ્રુ મૌન માતમ ભારત ને, વેલેન્ટાઈન ડે,
કોને ખબર હતી આવો ઉપહાર દેશે !
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ